સિહોરના ખાખરીયાના પાટિયા નજીક વાડમાં આગ લાગી

દેવરાજ બુધેલીયા
સિહોરના ખાખરીયાના પાટિયા પાસે આવેલ સીતારામ ફાર્મની સામે આવેલ કિસાનવાળાની કાટાની વાડમાં ઇલેક્ટ્રિક વાયરો ભેગા થઈ જતા તેમાંથી તીખારા ઝરતા વાડમાં એકાએક આગ લાગી જવા પામી હતી. અહીં આસપાસ ની વાડીના લોકોને જાણ થતાં સીતારામ ફાર્મના વિક્રમભાઈ નકુમ ને જાણ કરતા તાત્કાલિક નગરપાલિકાનું ફાયર ફાયટર આવી પહોંચ્યા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here