રહેણાક વિસ્તારમાં વચ્ચે જ કચરાનો થર વર્ષોથી જેમનો તેમ, સમસ્યાનો મામલો પ્રાંત અધિકારી ચૌહાણ સુધી પોહચ્યો

હરેશ પવાર
સિહોર નગરપાલિકા નગરનજનો ના સામાન્ય પ્રશ્નો ને હલ કરવાં માટે હંમેશા ઉણી સાબીત્ત થઈ છે. સ્વચ્છ ભારતનું સારું તો દૂર જી વાત છે પણ સામાન્ય મોડેલ પણ સિહોર બને તેવું લાગતું નથી.એક તરફ કોરોના જેવા રોગની મહામારી દેશમાં ફેલાઈ ગઈ છે છતાં પાલિકા તંત્રનું તો પેટનું પાણી જ ન હલતું હોય તેવું લાગે છે. સિહોરના વોર્ડ નંબર ૭ માં કેટલાય વર્ષોથી રહેણાક વિસ્તારમાં વચો વચ મોટી કચરા નો હવેડો જેમનો તેમ ઉભો છે. તેમાં આસપાસના લોકો ગમે તેવો કચરો પધરાવી જાય છે જેની દુર્ગંધ થી અહીંથી પસાર થઈએ તો પણ માથું ભમી જાય છે તો અહીંના રહીશોની શુ દશા હશે.

અહીંના રહીશો દ્વારા પહેલા અનેકવાર પાલિકા તંત્રને રજુઆત કરી હતી પરંતુ પથ્થર ઉપર પાણી જેવું જ રહ્યું. જ્યારે હાલ કોરોના મહામારીને લઈને અહીંના રહીશોમાં રોગચાળો ફાટી જવાનો ભય ઉભો થઇ ગયો છે જેને લઈને આ કપરી પરિસ્થિતિ ને દૂર કરવા માટે સિહોર નાયબ કલેકટર રાજેશ ચૌહાણને રજુઆત કરવામાં આવી હતી. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવતા આ કચરાના હવેડો દૂર કરવા રહીશોની માંગ છે. સરકાર દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે મોટો ખર્ચો કરે છે તો પછી આજ સુધી કેમ પાલિકાને આ કચરાનો હવેડો દૂર કરવાનું ધ્યાનમાં નથી આવ્યું તે અચરજ ની વાત છે તેથી મોટી પણ આશ્ર્ચર્ય પેદા કરતી વાત એ છે કે આ વોર્ડ નગરપાલિકા પ્રમુખ નો પોતાનો મત વિસ્તાર છે જે અહીંના રહીશો ની કમનસીબી કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here