ગૌતમીમાં ગટરના પાણી પ્રદૂષણથી નગરજનો ત્રાહિમામ, સત્તાધીશોની દીર્ઘદ્રષ્ટિના અભાવે નગરજનોને હાલાકી

દેવરાજ બુધેલીયા
કેન્દ્રસરકાર અને રાજય સરકાર સમગ્ર રાજય અને દેશમાં સ્વચ્છતા જળવાઇ રહે અને લોકોનું આરોગ્ય નિરોગી બની રહે તે માટે કટીબધ્ધ છે. સરકારે ઘેર -ઘેર શૌચાલય બનાવવાની યોજના અમલમાં મૂકી છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સુત્ર લોકમુખે ગુંજતું થયું છે. પરંતુ સિહોર જાણે બાબતથી પર હોય તેમ સિહોરની હાર્દ સમી ગૌતમી નદીની ગંદકીથી તેની આપસાસના વિસ્તારોના રહીશો અને રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો તોબા તોબા પોકારી ઊઠયા છે.

એક સમયે પોતાના કઠોર તપ થકી જેઓએ ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા એવા ગૌતમ ઋષિના નામ પરથી જે નદીને ગૌતમી નદી એવું નામ આપવામાં આવ્યું નદીમાં આજે સ્વચ્છતાના નામે મસમોટું મીંડું છે. નદીમાં આજે એટલી ગંદકી છે કે પૂછો વાત! નદી સિહોરની મધ્યમાંથી પસાર થાય છે. આજુબાજુ વિસ્તારોના રહીશો ગૌતમી નદીની ગંદકીથી ત્રાહીમામ પોકારી ઊઠયા છે. નદી નજીકથી પસાર થવું એટલે નાકે ફરજિયાત રૂમાલ બાંધીને નીકળવું પડે છે. તેમજ નદીની આસપાસના રહેણાંકી વિસ્તારોના લોકો માટે ગટર ગંગામાંથી આવતી અસહ્ય બદબૂ શિરદર્દ સમાન બની ગઇ છે. સિહોર કે જે સમગ્ર જિલ્લામાં ઐતિહાસિક શહેર તરીકે જાણીતું છે.

જે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાની દષ્ટિએ સમગ્ર જિલ્લામાં અવ્વલ નંબરે હોવો જોઇએ. પરંતુ સિહોરવાસીઓની કરુણતા છે કે. કેટલીય જગ્યાએ ગટરો ઊભરાઇ છે. ગૌતમી નદીની ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. સિહોરની આન,બાન અને શાનના નામે મસમોટું મીંડું છવાઇ ગયું છે. નગરપાલિકાના સત્તાધીશો બાબતે શું વિચારતા હશે પણ એક કોયડો છે સિહોર ઐતહાસિક નગર હોય સમગ્ર જિલ્લાભર અને રાજ્યમાંથી નવનાથના દર્શન માટે શ્રધ્ધાળુઓ આવતા હોય છે ત્યારે સિહોરની ભયાવહ ગંદકી જોઇને સિહોર વિશે શું વિચારશે તે એક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here