સિહોરના નાયબ મામલતદાર રાઠોડ દિવ્યાંગ હોવા છતાં ફરજ પર સતત હાજર

નાયબ મામલતદાર રાઠોડ પોતે દિવ્યાંગ અને અપંગ છે છતાં સતત ફરજ અડગ, વિકલાંગ કર્મચારીઓને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે છતાં પોતાની ફરજ મહત્વની સમજી અને ઓફિસે કામ કરી રહ્યા છે રાઠોડ

સલીમ બરફવાળા
એક નહિ પણ બન્ને હાથ જેની સલામી માટે ઉઠે તેવી ઉમદા કામગીરી અને ઉત્કૃષ્ટ ફરજ કર્તવ્યનિષ્ઠ અધિકારી એવા સિહોરના નાયબ મામલતદાર રાઠોડ ને અહીં એક હજાર વખત સલામ છે..હાલ કોરોના મહામારીનો ખોફ ચાલી રહ્યો છે લોકો ઘરમાં બંધ છે ધંધા રોજગાર તમામ બંધ છે. સરકાર અને પ્રસાશન કોરોનાને અટકાવવા લગાતાર કામ કરી રહ્યા છે. હકીકતમાં આ સમગ્ર કામગીરીનો શ્રેય ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા આરોગ્ય સાથે સફાઈ કામદાર અને વહીવટી તંત્રના અધિકારીઓને જાય છે અને જેમાં સિહોરના દિવ્યાંગ નાયબ મામલતદાર રાઠોડ જેવા અધિકારીઓની કામગીરીને બિરદાવી રહી.. આવા સમયમાં પણ કર્તવ્યનિષ્ઠ અને પોતાની જવાબદારી ને ફરજનું મહત્વ સમજે છે.

તેવા અધિકારીઓ પણ સામે આવી રહ્યા છે. સિહોર મામલતદાર કચેરીમાં મધ્યાન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.બી.રાઠોડ પોતે દિવ્યાંગ છે. સરકાર દ્વારા દિવ્યાંગ અધિકારીઓને કામ પરથી મુક્તિ આપવામાં આવી છે.છતાં અધિકારી રાઠોડ પોતામાં વિભાગમાં કોરોનાને લઈને મહત્વની કામગીરી શરૂ છે જેને લઈને લોકોને અગવડતા ઉભી ન થાય તેમજ પોતાની ફરજની કર્તવ્યનિષ્ઠતા લઈને તેઓ સિહોરના દેવગાણા ગામેથી દરરોજ ફરજ ઉપર આવે છે. મધ્યાન ભોજન વિભાગમાં તાલુકાની સરકારી શાળાઓ ના વિધાર્થીઓને મળતા લાભની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે.

જે લોકડાઉન સમયે લોકો માટે ખાસ જરૂરી હોય છે. શરીર થી ભલે તેઓ દિવ્યાંગ છે પરંતુ દેશસેવા માટે તેમનો જુસ્સો સામાન્ય માણસને પણ શરમાવી દે તેઓ છે. સરકારની છુંટ થી આ અધિકારી ધારે તો ઘરે બેઠા પગાર લઈ આરામ કરી શકે પરંતુ દેશ ઉપર આવેલી આ મહામારીમાં પોતે પણ એક કોરોના વોરિયર્સ તરીકે અડગ બનીને ફરજ બજાવી રહ્યા છે ત્યારે એક નહિ બન્ને હાથે સલામ છે આવા દેશના વિરલાઓને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here