અખાત્રીજના ક્યાંય શરણાઈના સૂરો નહિં રેલાય, લગ્ન રદ થતાં મજુર, માળી, લાઈટવાળા, કેટરર્સ, પીરસણીયા, લગ્નગીત ગાનારા, જનરેટવાળા સહિત હજારો રોજગારી ગુમાવી

દર્શન જોશી
વણજોયેલા મુહુર્તે સારા કામ કરવાનો દિવસ એટલે અખાત્રીજ આ દિવસે મોટી સંખ્યામાં એકલ-દોકલ સાથે વિવિધ સમાજના સમુહલગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આગામી રવિવારે કોરોના વાયરસની મહામારીના કારણે સિહોર સહિત સમગ્ર પંથકમાં કોઈ વાડીમાં કે પાર્ટી પ્લોટ ખાતે લગ્ન સમારંભ યોજાઈ શકે તેમ નથી. વૈશ્વિક મહામારી અને લોકડાઉનના કારણે વર્ષે મોટી આવક રળી આપતો આ કારોબારનો વ્યવસાય સાવ ઠપ્પ થઈ ગયો છે. જેના થકી હજારો લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે.

ત્યારે એક વાત આશ્ચર્ય પમાડે એવી છે કે લોકોએ એપ્રિલ-મે ના બુકિંગ રદ કરવાની સાથે-સાથે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારા લગ્નના બુકીંગ પણ રદ કર્યા હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે. જેના કારણે લગ્નવાડી કે પાર્ટી પ્લોટના સંચાલકોને આર્થિક મોટી નુકશાની થશે એવી ભીતિ છે. અને તેમને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર ચુકવવા સાથે પાર્ટી પ્લોટ કે વાડીની સંભાળ પાછળ ખાસી મોટી રકમનો ખર્ચ ઉઠાવવો પડે તેવી વિકટ પરિસ્થિતિ નિમાર્ણ થઈ છે. જાણકારોના મતે હાલે સમાજવાડીમાં લગ્નપ્રસંગના આયોજન સાથે પાર્ટી પ્લોટનું ચલણ પણ વધ્યું છે.

જેમાં આખા વરસ દરમિયાન નાના-મોટા પ્રસંગો માટે બુકિંગ થતા રહે છે. ઉપરાંત લગ્નપ્રસંગમાં ડેકોરેશનનું કામ કરવામાં મજુરો માળી, લાઈટવાળા, લગ્નગીત ગાવાવાળા, મ્યુઝીક સીસ્ટમ, જનરેટરવાળા, કેટરર્સવાળા, પીઆરઓ, પીરસણીયા સહિતના હજારો માણસો સંકળાયેલા હોય છે. માર્ચ માસમાં કોરોનાનો વ્યાપ વતા લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી આવી પરિસિૃથતીમાં લગ્નપ્રસંગો સહિતના સારા પ્રસંગો માટે બુકીંગ કરાવાયેલી વાડી કે પાર્ટી પ્લોટના બુકિંગ કેન્સલ થઈ ગયા.

લોકોએ લગ્ન સમારંભો પણ રદ કરી દીધા. જેના કારણે આની સાથે સંકળાયેલા લોકો છેલ્લા એક માસાથી વધુ સમય થયો બેકાર છે અને મે-જુનમાં પણ તેમને રોજગારી મળે એવી કોઈ શક્યતા નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે લગ્ન સમારંભના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ નિયત સમયમાં પ્રસંગના બુકીંગ દરમિયાન એડવાન્સ પેટે જે રકમ લેવામાં આવી છે એ નાણા પરત કરવાનો સમય આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here