લોકડાઉનમાં પરિવાર સાથે સમય વિતાવો અને આ પળોનો આનંદ લો : વિસરાતી જતી દેશી રમતોને તાજા કરવાનો શ્રેષ્ઠ સમય

દર્શન જોશી
બધી જ રમતો પૂરી થઈ હવે હું શું કરુ? આ પ્રશ્ન લોકડાઉનના સમયમાં ઘરે ઘરે ગુંજી રહ્યો છે. મનોરંજનના અનેક સાધનો હોવા છતાં બાળકો તો શું હવે તો મોટા પણ ઘરમાં પૂરાઈને કંટાળી ગયા છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ટીવી, રેડિયો, મોબાઈલ તો શું ઘરમાં લાઈટો પણ નહોતી તેમ છતાં બાળકો વેકેશનમાં બુધ્ધિબળ, ચપળતા, નિર્ણયક શક્તિનો ઉપયોગ થાય તેવી દેશી રમતો રમતા હતા. જો કે આ રમતોના નામ અત્યારના બાળકોએ સાંભળ્યા પણ નહીં હોય ત્યારે લોકડાઉનના સમયે વાલીઓએ પોતાના બાળપણમાં કેરમ સહિતની રમેલી રમતોને તાજા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.

કોરોના વાયરસના જંગ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી ૨૧ દિવસ બાદ ૧૯ દિવસ સુધી સમગ્ર ભારતને લોકડાઉન જાહેર કર્યું છે જેના કારણે તમામ સરકાર ખાનગી ઓફિસો બંધ છે. તેમજ વેપાર ધંધા પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.ઘરમાં જ રહેવાની સૂચના અપાય છે. ત્યારે ઘરમાં રહીને પોતાના સમયનો સદઉપયોગ કરવો જરુરી છે. અને લોકડાઉનમાં પરિવાર સાથે સમય વિતાવો અને આ પળોનો આનંદ લઈ રહ્યા છે વિસરાતી જતી કેરમ સહિતની દેશી રમતોને તાજા કરવાનો શ્રેષ્ઠ સમય હાલનો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here