છુપીને ૨૭ લોકોને રાજસ્થાન. લઇ જઈ રહ્યો હતો ટ્રક – સિહોર પોલીસ ને શક ગયો, ચેક પોસ્ટે તલાશી લીધી અને હોંસ ઉડી ગયા

દેવરાજ બુધેલીયા
લાખો લોકો દેશના જુદા જુદા ખૂણામાંથી સ્થળાંતર કરીને તેમના ગામોમાં જઇ રહ્યા છે. સિહોર સહિત જિલ્લા અને અલંગ તરફ કામ કરતા હજારોની સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા છે જેઓ છુપી રીતે પોતાના વતન તરફ પરત ફરી સ્થળાંતર કરી રહ્યા છે જિલ્લામાં કામ કરતા મોટે ભાગે મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશના છે અને લોકડાઉન લાગુ કરવાથી તેઓ તેઓની સ્થિતિ કપરી બની છે રાજ્યની સાથે જિલ્લા અને સ્થાનીક લેવલની તમામ સરહદો પોલીસે સિલ કરી દીધી છે ત્યારે આજે સિહોરથી રાજસ્થાન તરફ જતા ટ્રકમાં ૨૭ જેટલા કામદારોને લઈ જતી વેળાએ પોલીસને શક ગયો ચેક પોસ્ટ પર તલાશી લીધી હતી.

જેમાં ૨૭ કામદારોને બેસાડી રાજસ્થાન તરફ લઈ જઈ રહ્યો હતો જેઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ટ્રક ગેરકાયદેસર રીતે ૨૭ મજૂરોને રાજસ્થાન તરફ લઈ જઈ રહી હતી દેશમાં લોકડાઉનને લઈને લોકો પોતાના વતનથી દૂર ફસાઈ ગયા છે. જેને લઈને લોકો પોતાના વતનમાં પરત જવા માટે જોખમો લઈ રહ્યા છે.સિહોરમાં રાજસ્થાનથી ચુનો લઈને આવેલ ટ્રક ચુનો ખાલી કરીને પરત રાજસ્થાન જઈ રહ્યો હતો.

જેમાં સિહોર મિલના ૨૭ મજૂરોને બેસાડીને લઈ જઈ રહ્યો હતો જેની બાતમી મળતા સિહોર પોલીસ દ્વારા તપાસ કરતા ટ્રકને હીરાસ્તમાં લઈ લેવામાં આવ્યો હતો. ટ્રકના ડ્રાઈવર અને કિલિન્ડર ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ટ્રકમાં રાજસ્થાન જઈ રહેલા મજૂરોની આરોગ્ય ચકાસણી કરવા માટે મોકલી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here