હેલ્લો-નરેન્દ્ર મોદી બોલું છું, ૬૮ વર્ષના ચીંથરભાઈ પરમારને આવ્યો ફોન, થઈ ગયા ખુશખુશાલ

મિલન કુવાડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સિહોર નજીકના વડીયા ગામના ચીંથરભાઈ પરમારને ફોન કરી તેમના હાલચાલ પૂછ્યા હતા વડાપ્રધાન કાર્યાલયથી આવેલ ફોનએ લગભગ તેમને અચંબિત કરી દીધા હતા સિહોર ભાજપના પાયાના પથ્થર ગણાતા વડીયાના ચીંથરભાઈ પરમાર સાથે આજે બપોરના સમયે ૧.૩૦ આજુબાજુના સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શંખનાદ દ્વારા ચીંથરભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પ્રધાનમંત્રી સાથે થયેલી વાતની માહિતી મેળવી હતી.

જેમાં ચીંથરભાઈ એ જણાવ્યું હતું કે આજે બપોરના ૧.૩૦ વાગ્યા આસપાસ સાહેબનો ફોન આવ્યો હતો. તેમને સિહોર સહિત આસપાસના પંથકના ખબર અંતર પૂછ્યા હતા અને સિહોર અને વડીયાની મુલાકાત દરમિયાન થયેલી યાદોને તાજી કરી હતી. ચીંથરભાઈ દ્વારા તુલસી અને ગાય દ્વારા મેળવામાં આવતા દૂધ, ગૌ-મૂત્ર માંથી કોરોના ની દવા માટે રીચર્સ કરવા માટે વાત કરી હતી ત્યારે સાહેબે જણાવ્યું હતું કે દેશનું આયુષ મંત્રાલય તુલસીના ઉપયોગી કોરોના સામે લડવા માટે દવાનો વીડિયો જોવા તેમજ સાથે અન્ય લોકોને પણ જોવે તેવું કહ્યું હતું.

સાથે જ લોકોના સારા સ્વાસ્થ માટે તેમને ઈશ્વરને પ્રાર્થના કરી હતી. લોકડાઉન દરમ્યાન દિવા પ્રગટાવ્યા દરમિયાન અનેક લોકોએ ચીંથરભાઈને મોદી સાહેબને કામગીરી બિરદાવીને અભિનંદન માટેના ફોન કર્યા હતા તેની યાદી પણ મોદી સાહેબને આપી હતી. આવી કપરી પરિસ્થિતિ અને સતત કામની વચ્ચે પણ આટલી મોટી કક્ષાએ હોવા છતાં નરેન્દ્ર મોદી તેમના જુના સાથેમિત્રોને ફોન કરીને ખબર અંતર પૂછી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here