પોલીસ મથકે કાર્યક્રમનું આયોજન, શહેરના આગેવાનો પોલીસ અને પત્રકારમિત્રોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરના પોલીસ મથક ખાતે પોણા બે વર્ષ ફરજ બજાવીને હાલ ઘોઘા ખાતે બદલી થયેલ પીએસઆઇ પીઆર સોલંકીનો ગઈકાલે વિદાય સમારંભ યોજાયો હતો પોણા બે વર્ષના ફરજ દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ તરીકે પણ પ્રણવ સોલંકી ફરજ પર રહ્યા હતા પ્રણવ સોલંકીના સમયગાળા બનેલી ઘટનાઓના મોટા ભાગના ગુન્હા ડિટેક્શન થઈ ચૂક્યા છે બે દિવસ પહેલા જિલ્લા પોલીસ બેડામાં આંતરિક બદલીઓ થઈ હતી જેમાં પ્રણવ સોલંકીને ઘોઘા ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ગઈકાલે શુક્રવારે સાંજે સિહોર પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પીએસઆઇ પ્રણવ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં શહેરના અગ્રણી આગેવાનો પોલીસ અને પત્રકારમિત્રોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં પીઆર સોલંકીનું ઉપસ્થિત સૌએ ફુલહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું આગેવાનો અને પત્રકારમિત્રો દ્વારા શબ્દોરૂપી પ્રવચનમાં સોલંકીના કાર્યકળમાં થયેલી કામગીરીને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી અહીં સિહોર પોલીસ સ્ટાફ શહેરના આગેવાનો અને પત્રકારમિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌએ ભોજન સાથે લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here