દૂધના ગ્રાહકો પાસેથી પણ આવા સમયે પૈસા મળવા અઘરા- સરકાર અને મંડળીઓ એ સહાય કરવી જરૂરી

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર દેશમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ છે. ગરીબ લોકો માટે સંસ્થા અને સરકાર આગળ આવીને સહાય નો ધોધ વહાવી રહી છે. તો આપણા દેશમાં પશુપાલન એ ખેતી પછીનું મોટું વ્યવસાય ક્ષેત્ર છે. રાજ્યમાં પશુપાલકો મંડળીમાં દૂધ ભરે છે અને અન્ય ગ્રાહકોના પણ દનૈયા ભરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આવા પશુપાલકો હાલ કપરી સ્થિતિ માં આવી ગયા છે. કેમ કે દૂધના ગ્રાહકો પાસે લોકડાઉન ના લીધે દૂધના હિસાબના પૈસા મેળવવા માટે તકલીફ થાય છે.

ત્યારે આવી સ્થિતિમાં જેમ સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે આર્થિક સહાય માટે જાહેરાત કરી છે ત્યારે રાજ્યના પશુપાલકો માટે પણ સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવે તો તેમને મદદ મળી રહે. દૂધ મંડળીઓ દ્વારા પણ પોતાના દૂધ ભરતા પશુપાલકો ને આર્થિક સહાય જાહેર કરે તો તેમના પરિવાર ના ગુજરાન કરવા માટે થોડો ટેકો મળી જાય તેમ છે. પશુપાલકો ને પોતાના પશુઓ અને પરિવાર બંને નું જોવું પડતું હોય છે ત્યારે ખેડૂત આગેવાને પશુ પાલકો માટે ચિંતા વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here