આપ સૌની લાગણીઓના અમે આભારી છીએ, આપના પ્રેમનું ઋણ અમે નહિ ચૂકવી શકીએ, અમારા પ્રત્યેની આપની લાગણીની થતી રજૂઆતનો દોર અહીં જ અટકે તે જરૂરી છે, મિલન કુવાડિયા

આપ સૌને નમ્ર વિનંતી સાથે જણાવું છું કે થોડા દિવસ પહેલા મારા ઉપર પોલીસ ફરિયાદ થઈ.. એ પછી આપના તરફથી ખૂબ સહકાર અને લાગણીઓ મળી છે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે એક પણ ફોન કે ભલામણ વગર અમારી સંસ્થા સાથે આટલી વિશાળ સંખ્યામાં લોકો લાગણી થી જોડાયેલા છે,અભૂતપૂર્વ પ્રતિસાદ અને સત્ય સાથે લોકો રહ્યા છે,આજ આપડા દેશ અને ખાસ કરીને સૌરાષ્ટ્રની આ વિશેષતા રહેલી છે,આપ સૌના સન્માન સાથે આપને એક વિનંતી કરું છું કે કાયદા અને બંધારણ થી કોઈ પર નથી, હું અને મારી સંસ્થા કાયદા નું સન્માન કરીયે છીએ હવે ફરિયાદ થઈ ચૂકી છે, પ્રશાશન પણ ખૂબ મહેનત કરીને કોરોના મહામારીને રોકવાનો પ્રયત્ન કરે છે, આપણે તેને સહકાર આપવો જોઈએ હાલના સંજોગો અને કિંમતી સમયમાં આપડે તંત્રને સહકાર આપવો જોઈએ,આપની લાગણી હું સમજી શકું છું,પણ હવે આપણે રજુઆત ના કરી પ્રશાશન અને તંત્રને સહકાર આપીએ ને જરૂર પડે ખડે પડે લોકહીત માટે તંત્ર ને સાથ આપીએ આ તકે હું તમામ સહયોગી સંસ્થા વિવિધ સમુદાય તથા તંત્ર નો આભાર માનું છું..

આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવવા પ્રયત્ન કરીએ જ્યાં જરૂર પડે ત્યાં અમારી સંસ્થા ને તમારી પોતાની ચેનલ ને અમારી ટિમ તમારી સાથે રહી છે ને રહેશે તેની હું ખાત્રી આપું છું આ તકે હું વિશેષ સિહોરની 21 સામજિક સંસ્થાના પ્રમુખો તથા સભાસદો નો આભાર વ્યક્તિ કરું છું તેમજ વિવિધ રાજકીય પક્ષ તાલુકા જિલ્લા ના આગેવાનો જેવોએ ફોન કોલ તથા રૂબરૂ મળી મને સમર્થન આપ્યું છે તેમજ કલેક્ટર કચેરી ભાવનગર સિહોર મામલતદાર કચેરી,ભાવનગર પોલીસ તંત્ર ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને આ મહામારી ના કપરા સમય માં આપણે એક થઈ ને તંત્ર ને સહકાર આપીએ ને રજુઆત અને લાગણી ના દોર ને થોડા સમય માટે અટકાવી દઈએ આજ વિનંતી સાથે આપનો ફરી સૌનો આભાર વ્યક્ત કરું છું..
– મિલન કુવાડિયા શંખનાદ સંચાલક..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here