લોકડાઉન વળી કઈ બલા, સિહોરના ઉસરડ ગામના જવાના રસ્તે ટોળું વળીને ૧૩ જણા બેઠા હતા, તમામ ઝડપાયા

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
આ સિહોર છે ભાઈ અહીં બધું જ શક્ય છે. લોકડાઉનની સ્થિતિમાં લોકોની અવરજવર લગભગ નહીંવત્ છે તેવી સ્થિતિમાં પણ દારુડિયાઓને દેશી કોથળીઓ મળી રહે છે તો બીજી તરફ લોકડાઉન વળી કઈ બલા ટોળું વળી માસ્ક બાંધ્યા વગર બેઠેલા ૧૩ ને પોલીસે ઝડપી પાડયા છે ગઈકાલે જીઆઇડીસી વિસ્તારમાં પડેલી પોલીસ અને તંત્ર અધિકારીઓની રેડમાં બે અલગ અલગ બાબતો બહાર આવી છે જેમાં જીઆઇડીસી ૨ વિસ્તારમાં દેશી દારૂનો વેપલો કરતા ૪ ઝડપાયા છે અને પોલીસે ૨૫ લીટર દારૂ કબ્જે કર્યો છે એક એક્ટિવા પણ પોલીસે હીરાસતમાં લીધી છે એક ચર્ચીત કટાક્ષ પ્રમાણે તો લોકડાઉન વચ્ચે આવું સિહોરમાં જ શક્ય બને.

જ્યારે બીજો બનાવ લોકડાઉન વળી કઇ બલા, ટોળું વળીને બેઠેલા ૧૩ પકડાયા છે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમજ શહેરમાં ૧૪૪ની કલમ લગાવી દેવાની સાથે ચાર કે ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ત્યારે સિહોર જીઆઇડીસી ૨ વિસ્તારમાં ઉસરડ રોડે લોકડાઉનનો છડેચોક ભંગ કરી ૧૩ જેટલા લોકો ટોળું વળીને માસ્ક વગર બેઠા હતા પોલીસે બાતમીના આધારે રેડ કરી તમામને હીરાસતમાં લઈ ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here