એ બપરિવારના તમામ ભાવનગર ૧૩ દિવસથી સમરસમાં કોરોન્ટાઇન હેઠળ છે, સંક્રમણ અટકાવા માટે ઘરમાં રહેવું જરૂરી છે, નહીં સમજો તો આંકડા ગુણાંકમાં વધતા જશે

દેવરાજ બુધેલીયા
કોરોનાનો હાહાકાર હવે સિહોરને શહેરને ધ્રુજાવી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ત્રણ કેસ નોંધાયા છે સિહોરના ટોટલ ૪ સાથે જિલ્લાનો આંકડો ૪૧ પર પોહચ્યો છે સિહોરમાં ચૌદ પંદર દિવસ પહેલા જલુના ચોકમાં એક યુવાનનો કોરોના પોઝિટિવ આવતા તે વિસ્તારને સિલ કરી દેવામાં આવ્યો હતો. તેની સાથે આ યુવાનના પરિવારને સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોને ભાવનગર સમરસ હોસ્પિટલમાં કોર્નટાઇન કરવામાં આવ્યા હતા. આજે સવારે કોર્નટાઇન માં રહેલા તે પરિવારના બે યુવકોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

બંને યુવાનો પહેલો પોઝિટિવ કેસ આવેલ યુવાનના પરિવારના સભ્ય છે. બંને ભાવનગરની સમરસ ખાતે કોર્નટાઇનમાં હતા અને રૂટિન ટેસ્ટ દરમિયાન તેમના બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સર.ટી.હોસ્પિટલમાં ફેરવામાં આવ્યા હતા. સિહોરમાં એક પછી એક ચાર યુવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર કામે લાગી ગયું છે. સાથે સીધા સંપર્કમાં આવાથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

સિહોરની જનતાને ઘરમાં જ રહીને સંક્રમણ અટકાવા માટે અનુરોધ કરવામાં આવે છે. બહાર નીકળીને કોરોના વાયરસને સિહોરમાં ફેલાવા માટેની તક ન આપો નહિ તો અન્ય શહેરમાં જે દશા જોઈ રહ્યા છો તેમાં કદાચ સિહોરનું પણ નામ આવી જશે માટે સિહોરને સુરક્ષિત કરવા સૌ લોકડાઉનનો કડક પાલન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here