સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોરોના અંગે ધનિષ્ઠ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

શ્યામ જોશી
રાજ્યભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવા માટે થઈને કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારમાં સતત રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સિહોરમાં પણ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારમાં સિહોર આરોગ્ય ની ૧૯ ટિમો દ્વારા નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. કોરોના ના પ્રથમ પોઝિટિવ કેસ પણ આરોગ્યની ટિમ દ્વારા નિયમિત કરવામાં આવી રહેલા રિપોર્ટ દ્વારા જ જાણવામાં આવ્યો હતો. જલુના ચોકમાં હાલમાં પણ સતત ટિમો દ્વારા સર્વેલન્સ કરીને શંકાસ્પદ દેખાતા વ્યતિઓના સેમ્પલ લઈને તપાસમાં મોકલી આપવામાં આવે છે. સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વાંકાણી દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવા, વારંવાર હાથ ધોવા તેમજ કામ વગર બહાર ન નિકલવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here