સ્થાનિક વહિવટીતંત્ર તરફથી કોઇ સ્પષ્ટતા નહી કરાતા વેપારીઓમાં મૂંઝવણ, શહેરની છેલ્લા એક મહિનાથી બંધ દુકાનો સવારે શરૃ થઈ પરંતુ કઇ કઇ વસ્તુઓ માટેે વેપાર કરવો તેનો સ્થાનિક લેવલથી કોઇ ફોડ પાડયો નથી

બ્રિજેશ ગૌસ્વામી – દેવરાજ બુધેલીયા
કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલય અને ત્યારબાદ ગુજરાત સરકાર તથા વહીવટી તંત્રનાં દુકાનો ખોલવાના જાહેરનામાંથી સિહોરના વેપારીઓ લોકો કન્ફ્યુઝડ થઈ ગયા છે. જેને પગલે આજે રવિવાર સવારથી જ વેપારીઓ દુકાને પહોંચી ગયા હતા. પરંતુ સરકારનાં જાહેરનામાની ભાષાને પગલે દુકાન ખોલવી કે નહીં તેની મૂંઝવણમાં પડી ગયા છે. આજથી શહેર અને જિલ્લાના બજારો થોડા અંશે ધમધમતા થયો છે. કોરોના વાઇરસનું સંક્રમણ છતા કેસોની સંખ્યાને ઘ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે પરંતુ સ્થાનિક લેવલથી તંત્ર દ્વારા કોઈ સ્પષ્તા નહિ કરાતા વેપારીઓમાં એક મૂંઝવણ ઉભી થઇ છે.

આવશ્યક વસ્તુઓના વેપાર માટે અત્યાર સુધી છૂટ હતી પરંતુ હવે તેમાં સુધારો કરી વધુ દુકાનો ખુલ્લી રહેશે. સરકારે મોલ અને માર્કેટિંગ કોમ્પલેક્સ સિવાય નાના મોટા તમામ દુકાનદારો પોતાના ધંધા વ્યવસાય કરી શકશે જો કે આવશ્યક વસ્તુઓ ઉપરાંત કઇ  કઇ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે તેની સ્પષ્ટ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા એવી જાહેરાત કરાઇ છે કે શોપ એન્ડ એસ્ટબ્લીશમેન્ટ એક્ટ, ગુમાસ્તાધારા હેઠળ નોંધાયેલી દુકાનો, ધંધા વ્યવસાયો શરૂ કરી શકશે જો કે કાપડને લગતી દુકાનો, ફર્નિચરને લગતો સામાન, પ્લમ્બરના સામાનને લગતી દુકાનો સહિત અનેક વસ્તુઓનું વેચાણ થશે કે નહી તે અંગે વેપારીઓ અસમંજસ સ્થિતિમાં છે.

સૂત્રોએ જણાવ્યું છે કે હેર કટિંગ માટે સલૂન શોપ, પાન, ગુટખા, સિગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તેમજ રેસ્ટોરન્ટ શરૂ કરી શકાય નહી. સરકાર દ્વારા જે છૂટછાટ અપાયેલા એકમો છે તેમાં ૫૦ ટકા સ્ટાફ સાથે વેપાર કરવાનો રહેશે. જો કે સરકારના આ નિર્ણય મુજબ સિહોર વહીવટી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ ગાઈડ લાઈન આપવામાં આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here