એક સવાલ અહીં એ થાય કે ધરણા કે આવેદનપત્ર ક્યાં સુધી..કાર્યક્રમમાં આક્રમકતા કેમ નહિ..
અગાઉ કરોડોના ગટર પ્રોજેકટ શૌચાલય ગૌતમી સફાઈ સહિતના અનેક મુદ્દે આવેદનો અપાયા છે રજૂઆતો થઈ છે પરંતુ પરિણામ સુધી કોંગ્રેસ પહોચતી નથી
હરીશ પવાર
સિહોર નગરપાલિકામાં છેલ્લી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સત્તામાં બેઠેલા લોકોને હવે નગરપાલિકા વિસ્તારમાં પોતાની સત્તા આજીવન રહેશે તેવો ભ્રમ અભિમાનમાં રહેવા લાગ્યા છે પરંતુ સત્તા ક્યારેય કોઈ દિવસ કોઈની રહી નથી અને રહેશે નહિ એ ભૂલવું જોઈએ નહીં શહેરની પાયાની સુવિધા ગટર પાણી સફાઈ મુદ્દે પણ અનેક સવાલો ઉઠે છે આજે પણ પૂરતી સફાઈ થતી નથી પાણી પૂરતું અને સમયસર મળતું નથી જ્યાં ત્યાં ગટરો ઉભરાતી જોવા મળે છે શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રજા આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે જે જમીન સ્તરીય નગ્ન સત્ય છે.
સ્વીકારવું પડે અગાઉ પણ ગૌતમીનો સફાઈ મુદ્દો હોઈ કે..ફિલ્ટર પ્લાન્ટ, શૌચાલય હોઈ કે કરોડોનો ગટર પ્રોજેકટ સહિતના અસંખ્ય મુદ્દાઓ પર કોંગ્રેસે રજૂઆતો કરી છે આવેદનોપત્રો પાઠવ્યા છે પરંતુ નક્કર પરિણામ સુધી કોંગ્રેસ પોહચતી નથી તે પણ વાસ્તવિકતાની નજીક છે ફરી આવતીકાલે કોંગ્રેસ ધરણા કરવા જઇ રહી છે આવાસ યોજનામાં શું ચાલે છે એ સૌ જાણે છે અગાઉ પણ કોંગ્રેસ દ્વારા આવાસ યોજના મુદ્દે લડત આપી હતી અને રીતસર લાભાર્થીઓને છડે ચોક કોન્ટ્રાક્ટરો દ્વારા લીધેલા પૈસા પરત અપાવ્યા હતા એ બાબત સ્વીકારવી રહી પરંતુ રજૂઆતો થાય અને આવેદનો અપાઈ છે.
પ્રજાહિતમાં પરીણામ નથી મળતું એ પણ સત્યની નજીક છે જોઈએ હવે આવતીકાલે કોંગ્રેસના ધરણાની અસર કેવા પ્રકારની રહે છે આ ધરણા નગરપાલિકા કચેરી સામે જ રાખવામાં આવ્યા છે આ ઉપવાસી ધરણામાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, અગ્રણીઓ,હોદ્દેદારો, પદાધીકારીઓ, નગરસેવકો, વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાર્યકર મિત્રોએ મોટી સંખ્યામાં ભાગ લેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા કિરણભાઈ ઘેલડાની યાદી મા જણાવાયુ છે.