ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોરના યુવાનો દ્વારા ઘરે ઘરે જઇ અન્નદાન એકઠું કર્યું

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી માં લોકડાઉન માં સિહોર સેવા સમિતિ દ્વારા ગરીબ પરિવારોને રોજનું જમવાનું રસોડું ચાલુ કરેલ છે આ સેવા યજ્ઞ માં ઉમેશભાઈ મકવાણા અને અશ્વિનભાઈ ની યુવાઓ ની ટિમ રાત દિવસ ની મહેનત થકી આ રસોડું ચલાવી રહિયા છે આ કાર્ય માં સહભાગી થવા આજે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સંયોજકો અભયસિંહ ચાવડા, માયાભાઈ આહીર અને ધ્રુવભાઈ ભટ્ટ જોડાયા અને સિહોર તાલુકા ના મઠડા ગામે ઘરે ઘરે ફરી અન્નદાન (અનાજ) એકઠું કરવામાં આવ્યું. સેવા યજ્ઞ માં જિલ્લા યુવા મોરચા ના જનકસિંહ મકવાણા તેમજ ભાવશંગભાઈ ડોડીયા, અશોકભાઈ સૂતરીયા પરેશભાઈ લખાણી જેરામભાઈ બાંભણીયા, કે કે ડોડીયા સહિત મોટી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here