નિવૃત સરકારી કર્મીઓ આપી રહ્યા છે આર્થિક સહયોગ

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસને લઈને લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. જેને લઈને રોજેરોજ નું લાવીને પરીવાર નું ગુજરાન કરતા પરિવારને ભારે મુશ્કેલી ઉભી થઇ છે. આવા પરિવાર માટે અનેક સામાજીક સંસ્થાઓ આગળ આવીને કામ કરી રહી છે. સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત ટિમ દ્વારા છેલ્લા ૨૪ દિવસથી સતત અન્નક્ષેત્ર ચલાવામાં આવી રહ્યું છે. અહીં નિવૃત સરકારી કર્મીઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. જેમાં રણજીભાઈ પરમાર, માલાદાદા મારુ, શામજીભાઈ પરમાર અને તેમના ગ્રૂપ દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here