ભક્તિની સાથે લીલા-સુકા ગાંજાનો નશો કરતા મહંતને પોલીસે દબોચી લીધી, આશ્રમ માંથી ૪ કિલો લીલા ગાંજા ના છોડ તેમજ સુકો ગાંજો મળી આવ્યો
મહંત જામુનદાસ ને ૨૨,૮૩૨ ની કિંમતના ગાંજા સાથે એસઓજી એ ઝડપી પાડ્યો, એનડીપીએસ એક્ટ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી
હરીશ પવાર
સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલા હરિહર આશ્રમના મહંતને ભાવનગર એસઓજી પોલીસે બાતમીના આધારે લીલા-સુકા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસે આ બાબતે મહંત સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલા હરિહર આશ્રમના મહંત જામુનદાસ પાસે ગાંજાનો જથ્થો રહેલો હોવાની બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસ ત્યાં ત્રાટકી હતી અને આશ્રમમાં તપાસ કરતા આશ્રમ માંથી ભક્તિની સાથે સાથે ૧૫ લીલા ગાંજાના છોડ જેનું વજન ૪ કિલો તેમજ જેની બજાર કીમત અંદાજીત ૨૦,૧૫૦ રૂ. જેટલી થાય છે.
તેમેજ સુકો ગાંજો વજન ૪૪૭ કીમત રૂ. ૨૬૮૨ મળી કુલ રૂ.૨૨,૮૩૨ નો ગાંજો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે આ ઘટનામાં મહંત ને એનડીપીએસ એક્ટ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં આશ્રમ માં જ મહંત દ્વારા ગાંજા નું વાવેતર કરવામાં આવ્યું હતું અને જેની બાતમી પોલીસ ને મળતા ત્યાં રેઇડ કરવામાં આવી હતી. અત્રે એક બાબત પણ ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર અને જીલ્લામાંથી અનેક લોકો તાજેતર માં જ ગાંજા ના વાવેતર કે ગાંજા ના જથ્થા સાથે ઝડપાયા છે બનાવની તપાસ જે બી પરમારે હાથ ધરી છે.