સિહોર સૂત્રતવાલ મુસ્લિમ જમાત તરફથી જરૂરીયાત મંદોને ફળોનું વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ ગયો છે. લોકડાઉન વચ્ચે મુસ્લિમ બિરાદરો ઘરોમા લોક રહીને અલ્લાહ ની બંદગી કરી રહ્યા છે. જ્યારે જલુના ચોક વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારને છેલ્લા સોળ દિવસથી સિલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રમઝાન માસ નિમિત્તે અહીંના જરૂરિયાત મંદ લોકો માટે ફ્રુટના વિતરણ માટે મુસ્લિમ સૂત્રતવાલ જમાતના પ્રમુખ ઇસ્માઇલભાઈ મહેતર, ટ્રસ્ટી રહીમભાઈ રાંધનપુરા, રફીકભાઈ તાલવાણી,વહીદાબેન પઢીયાર, રસુલભાઈ પઢીયાર દ્વારા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં ફ્રુટ વિતરણ પીઆઇ કે.ડી.ગોહિલ, પીએસઆઈ જયશ્રીબહેન, ચીફ ઓફિસર બરાળ ના હસ્તે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here