શિવ સ્ટુડિયો દ્વારા પોલીસ કામગીરીનું અદભુત વીડિયો કવરેજને રજૂ કરાયું

હરેશ પવાર
કોરોના ની મહામારીમાં સમગ્ર ભારતમાં જ્યારે લોકડાઉન કરવામાં આવેલ હોય સરકારની ગાઈડ લાઈન મુજબ સિહોર પોલીસ દ્વારા પણ જે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવેલ છે જેમાં વાહન ચેકિંગ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડે નાઇટ પેટ્રોલિંગ, કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેમાં લોકસંપર્ક અને કોવિડ ની જાણકારી સિહોરની દરેક સંસ્થાઓની સાથે સુમેળતાથી કામગીરી બેંક,પેટ્રોલપમ્પ, શાકમાર્કેટ,કરીયાણા,મેડીકલ હોસ્પિટલ તેમજ પ્રેસ-મીડિયા સાથે સંકલન કરી જે કામગીરી કરેલ છે.

પોલિસ નું રોદ્ર અને સૌમ્ય સ્વરૂપ નું પણ સુંદર વર્ણન આ વીડિયો માં કરેલ છે નાનામાં નાના માણસ સુધી પહોંચી મદદે આવેલી સિહોર પોલિસ ટિમ તેમજ ઉપરિય અધિકારી ની સૂચના મુજબ તાલુકાના ઉસરડ ના ભુદેવને દવા પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ આ વીડિયોમાં આવરી તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી સિહોર ના જાણીતા એવા ફોટોગ્રાફર શિવ સ્ટુડિયો મિતેશ પંડ્યા તેમજ તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ.

જેમાં અધ્યતન ફોટો વિડીયો કેમેરા તેમજ ડ્રોનની મદદથી સિહોર પોલીસ પરિવારને આ વિડીયો ડોક્યુમેન્ટરી બનાવી આપેલ અને જેનું લોન્ચિંગ પણ સિહોર પોલિસ અધિકારી કે.ડી.ગોહિલ ના વરદ હસ્તે કરવામાં આવેલ આ સમયે સિહોર પોલિસ મથકના પ્રો. પી આઈ પરમાર,ASI જે.બી.ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here