સવારે દુકાનો ખોલવા નીકળતા વેપારીઓ દંડ ભરીને પાછા ઘરે જવું પડે છે

દેવરાજ બુધેલીયા
રાજ્ય સરકાર દ્વારા અર્થતંત્રને ઉભું કરવા માટે થઈને શનિવારથી અમુક દુકાનોને શરૂ કરવા માટે થઈને મંજૂરી આપવામાં આવી હતી.સરકાર ની જાહેરાત થી વેપારીઓમાં થોડી આનંદની લાગણીઓ જોવા મળી હતી. પરંતુ વેપારીઓ અવઢવમાં જ હતા કારણકે તાલુકા કક્ષાએ પ્રશાશન દ્વારા વેપારીઓને ચોખ પડે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એક તરફ વેપારીઓ ને દુકાનો ખોલવી છે પરંતુ ઘરેથી દુકાને જવા માટે નીકળે તો રસ્તામાં જ પોલીસ પોખીને દંડ ભરાવીને ઘરે મોકલી દે છે.

રાજ્ય સરકારે તેની ગાઈડલાઈન માં ઇલેક્ટ્રિક, મોબાઈલ રિચાર્જ, ચશ્માંની દુકાન, બુક સ્ટોલ , વાહનોની પંક્ચર ની દુકાનો જેવી દુકાનો ને ખોલવા માટે શરતો સાથે છૂટ દેવામાં આવી હતી. પરંતુ સિહોરના વેપારીઓને આ અંગે કોઈ જાતની માહિતી અહીંના પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી નથી. જેને લઈને વેપારીઓ ભારે દ્વિધા અનુભવી રહ્યા છે કે દુકાનો ક્યારે ખોલવી અને કઈ કઈ દુકાનો ખોલવી ક્યાં વિસ્તારમાં દુકાનો ખોલવી જેવા અનેક પ્રશ્નોથી વેપારીઓ મૂંઝાય રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here