લોકડાઉન લંબાશે તો પણ પાન-માવાની દુકાનો ખૂલવાની સંભાવના નહિવતઃ ઘણા બંધાણીઓએ કાળાબજારમાં ખરીદી કરવાનું બંધ કર્યું

દેવરાજ બુધેલીયા
કોરાના વાયરસના પગલે ચાલતાં બીજા તબક્કાના લોકડાઉનની આડે હવે ચારેક દિવસ બાકી છે.પરંતુ લોકડાઉનની અવધિ લંબાય તેવી સંભાવના વચ્ચે હાલમાં પાન-મસાલા તથા ગુટખા સિગારેટના શોખીનોની હાલત કફોડી થવા પામી છે.ખાનગી ધોરણે ગરજવાન લોકા પાસેથી પાન મસાલાના પાંચ ગણાં ભાવો પડાવવામાં આવે છે. જેથી લોકડાઉનમાં કામ ધંધા વગર ઘરમાં બેઠેલા બંધાણીઓએ કોરાના મુક્ત થાય તે પહેલાં જાતે જ વ્યસન મુક્ત થવા તરફ સ્વયંભૂ અભિયાન આદર્યું છે. ૪૦ દિવસના લોકડાઉનમાં સિહોરમાં પાન,મસાલા,માવા તથા ગુટખા તમાકુ અને સિગારેટના શોખીનોની હાલત વધુ કફોડી થવા પામી છે.

પહેલાં તબક્કાના લોકડાઉન દરમિયાન પાન મસાલાના જરૂરી સ્ટોક ખરીદી રાખ્યો હતો. પરંતુ ત્યારબાદ બીજા તબક્કાના ૧૯ દિવસ લોક ડાઉન લંબાવી દેવામાં આવતાં પાન મસાલાનો જરૃરી સ્ટોક ખુટી જતાં બંધાણીઓની હાલત કફોડી થવા પામી હતી. મોટા ભાગના યુવાનો લોકો માવા-મસાલા ખાવાની આદત ધરાવતા હોય છે. કેટલાક પાન મસાલાના ગલ્લાવાળાઓએ લોકડાઉનના મુક્તિ દરમિયાન ટુ વ્હીલર્સ પર જ પોતાના ધંધાકીય  સ્થળની નજીક ગરજવાન ઘરાકોને બમણાં ભાવે પાન-મસાલા ગુટખા તમાકું વેચી ધુમ કમાણી કરીછે. હવે અંદરખાને પાન મસાલા,સિગારેટનો જથ્થો હવે પાંચ ગણાં ભાવે કાળા બજારમાં વેચાઈ રહ્યો છે.

પાંચ રૃપિયાની તમાકુની એક પડીકી કાળા બજારમાં ૨૫ રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે  સિગારેટ તથા અન્ય ગુટખાના ભાવો પણ ચારથી પાંચ ગણા ભાવે વેચાઈ રહ્યા છે. જેથી લોકડાઉન બાદ પાન મસાલાના દુકાનોને મુક્તિ મળવાની સંભાવના ઓછી જણાઈ રહી છે. જેથી હાલમાં ધંધા રોજગાર વગર વ્યસન પાછળ પાંચ ગણાં ભાવો ચુકવવાને બદલે બંધાણીઓએ હવે કોરાના મુક્ત થતાં પહેલાં વ્યસન મુક્ત થવાનું અભિયાન આદરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here