ઉનાળુ પાકને નુકસાન, પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી, લોકડાઉન વચ્ચે કુદરત રૂઠયો, ખેડૂતોની હાલત કફોડી

નિલેશ આહીર – દેવરાજ બુધેલીયા
સિહોર અને પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે વલ્લભીપુર, ઉમરાળા, ગારીયાધાર પંથકમાં પવન અને સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ૪૦ ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લાના અનેક તાલુકા વિસ્તારમાં એકાએક પલ્ટો આવ્યો હતો.

કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધોખધમતા તાપ વચ્ચે કાળા વાદળ આકાશમાં છવાઈ ગયા હતા. એક તરફ લોકડાઉનને લઈને ખેડૂતો પરેશાન હતા ત્યારે તેમની મૂંઝવણમાં મેઘરાજા એ આજે વધારો કરી આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here