સિહોરના સરકડીયા ગામને ગ્રામ પંચાયત દ્વારા દવાનો છટકાવ કરી સેનેટાઇઝ કરાયું

શ્યામ જોશી
કોરોના વાયરસના સંક્રમણને અટકાવા માટે સેનેટાઇઝ કરીને કોરોના વિષાણુનો નાશ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા તમામ ગામડાઓમાં સેનેટાઇઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સિહોરના ટાણા પાસે આવેલ સરકડીયા ગામને પણ ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઇઝ કરીને દવાનો છાંટકાવ કરવામાં આવ્યો હતો. ગામના સરપંચ મંજુબેન હડિયાલ અને તલાટી મંત્રી હેમરાજસિંહ ડોડીયા દ્વારા ગામને કોરોના સામે રક્ષણ આપવા ઝુંબેશ હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here