સિહોરના પ્રખ્યાત ભરતભાઇ ચા વાળા છેલ્લા એક માસથી પોતાના ઘરે રસોઈ બનાવી લોકોને જમાડે છે

બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉન પછી ગરીબોની વ્હારે તંત્રની સાથે સામાજિક સંસ્થાઓ તેમજ મધ્યમ વર્ગના લોકો પણ ગરીબોની મદદ માટે આગળ આવી રહ્યા છે કારણ કે ગરીબોની હાલત અત્યંત કફોડી છે રોજનું કમાઈ રોજનું ખાધા પરિવારોના છેલ્લા એક માસથી રસોડાઓમાં લોકડાઉન લાગી ચૂક્યું છે અને જેમાં કોઈ માણસ ભૂખ્યો ન રહે તે માટે સમજુ લોકોની એક ફૌજ તકેદારી લઈ રહી છે અને લોકો આગળ આવી ભોજનની વ્યવસ્થાઓ કરી રહ્યા છે સિહોર ટાવર ચોકમાં આવેલ ભરતભાઇ ચા વાળા સમગ્ર શહેરમાં ચા વાળા તરીકે પ્રખ્યાત છે.

ભરતભાઇ સરળ સ્વભાવનો માણસ છે જોઓ તેમના પરિવાર સાથે છેલ્લા એક માસથી સેવા કાર્યમાં જોતરાયા છે છેલ્લા એક માસથી પોતાના ઘરે દાળ ભાત શાક રોટલી સહિતની વિવિધ વાનગીઓ બનાવી ગરીબ અલગ અલગ વિસ્તારોમાં ભોજન પોહચાડે છે સ્વસ્તિક સોસાયટીમાં રહેતા ભરતભાઇ ચા વાળા આખો પરિવાર સેવામાં લાગ્યો છે ગરીબો માટે બન્ને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે લોકડાઉનમાં છેલ્લા એક માસથી ચાલતું આ રસોડું અનેક લોકોના પેટની ભૂખ ઠારી રાહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here