લોકડાઉનના છેલ્લા અઠવાડિયામાં વધુ કડક કરવા તંત્રની કવાયત

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસને લઈને લોકડાઉન નો બીજો તબક્કો પણ હવે પૂર્ણતાની આરે આવી ગયો છે. બીજા તબક્કામાં રાજયમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજ્યમાં પ્રશાસન દ્વારા છેલ્લા તબક્કામાં લોકો કામ વગર બહાર ન નીકળે અને કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે થઈને લોકડાઉન નું કડક પણે પાલન કરવા માટે પોલીસ વિભાગને સૂચના આપી દેવામાં આવી છે.

જેને લઈને સિહોરની મુખ્ય બજારોમાં નાયબ કલેકટર, મામલતદાર, નગરપાલિકા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મસમોટા કાફલા સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખરીદીના સમયે બહાર નીકળતા લોકો ઉપર પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે ના સૂચનો આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મેડિકલ, કરીયાણા ની દુકાનો, શાકભાજી, દૂધની ડેરીઓ ઉપર પણ પ્રશાશન દ્વારા સરકારની ગાઈડલાઈન નું પાલન પણ થાય છે કે નહીં તે તપાસ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here