સિહોર ૧૮૧ અભ્યમ ગરીબ પરિવાર માટે દેવદૂત બની, ગુમ થયેલી માનસિક અસ્થિર તરુણીનું પરિવાર સાથે મિલન

દર્શન જોશી
ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકારે ૨૦૧૪માં  ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરતા અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદ રૂપી બની રહી છે. સિહોર ૧૮૧ અભ્યમ ટિમ દ્વારા માનસિક અસ્થિરતા ધરાવતી તરુણીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપતા પરિવારમાં અપાર ખુશીઓ છવાઈ હતી ગઇકાલે સિહોર ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પ લાઇનમાં ગઈકાલના રોજ નારી કેન્દ્ર પાલીતાણા થી કોલ આવેલ ત્યાંના મેનેજર દ્વારા જણાવેલ કે તેમને સંસ્થામાં દસ દિવસ પહેલા ભાવનગર ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા એક અસ્થિર મગજની તરુણીને આશ્રય માટે મુકવામાં આવેલ હતી.

જેના પરિવારનું સરનામું મળી ગયેલ છે પરંતુ હાલ લોકડાઉન ની પરિસ્થિતિ હોય તેમનો વાલી વારસો હાલ લેવા માટે આવી શકે તેમ ન હોય જેથી તમારી મદદની જરૂર છે. તરુણીને ઘરે જવું હોય તો તમારી સેવા દ્વારા તરુણીને ઘરે પહોચાડવા વિનંતી છે. કોલ મળતાની સાથે જ સિહોર ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇનની ટિમ તરુણીની મદદ માટે પાલીતાણા નારી કેન્દ્ર પહોંચી હતી. ત્યાં તરુણીનો કબજો મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તરુણીનો કબજો મેળવીને અભ્યમ ટિમ સાવરકુંડલાના ખોડી(રુઘનાથપુર) ગામે પહોંચી તેમના મોટા બાપુનો સંપર્ક કરતા તેમનું સરનામું મેળવી તેમના ઘરે પહોંચી તરુણીને તેમના મોટાબાપુ ને સોંપવામાં આવી હતી.

તરુણીને સુરક્ષિત જોઈને તેમનો પરિવારમાં ખુશીઓ જોવા મળી હતી. તેમનો પરિવાર ઘણા સમયથી તરુણીને શોધતો હતો. ઘણી જગ્યાએ પૂછપરછ કરાવેલ પરંતુ તેમની દીકરીની કોઈ સાર સંભાળ મળેલ નહિ. આજરોજ સિહોર ૧૮૧ અભ્યમ ટિમ દ્વારા તરુણીને હેમખેમ પરત તેમના પરિવારને સોંપતા તેમના પરિવારે સિહોર ૧૮૧ અભ્યમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કામમાં સિહોર ૧૮૧ અભ્યમ ટીમના કાઉન્સેલર શિલ્પા પરમાર, કોન્સ્ટેબલ આરતીબા અને પાઇલોટ પ્રકાશભાઈ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here