સિહોર સેવા સમિતિ નું રાત દિવસ મંદિરમાં રસોડું ધમધમે છે, અહીં કામ કરતા લોકોની આરોગ્ય તપાસ

હરેશ પવાર
લોકડાઉનમાં સિહોર ખાતે સૌથી મોટું સેવાયજ્ઞ ચાલતું સેવા સમિતિનું ખાતે કામ કરતા લોકોની આરોગ્ય તપાસ થઈ છે લોકડાઉનમાં મજૂર-કામદાર વર્ગના વિસ્તાર હજુ પણ ટકી રહ્યાં હોય તેનું એક કારણ સિહોરના કેટલાક વિસ્તારોના સ્થાનિક આગેવાનોની સક્રિયતા છે સિહોરની મેઈન બજાર આવેલી છે તેની આસપાસના કેટલાંક વિસ્તાર એવાં છે જ્યાં રોજિંદું કમાવીને ખાનાર વર્ગ મોટો હોવા છતાં લોકડાઉનનું પાલન થાય છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ અહીંયા વસનારાં ગરીબ-મજૂર વર્ગને રોજબરોજ બે ટાઇમ ઘેરઘેર પહોંચાડવામાં આવતી ભોજનની વ્યવસ્થા છે.

લોકડાઉનના પ્રથમ અઠવાડિયાથી જ આ સેવાયજ્ઞ સિહોર સેવા સમિતિ દ્વારા કોળી સમાજની વાડીથી શરૂ થયો, અને લગાલગાટ મહિના ઉપર સમય વિત્યો હોવા છતાં રોજના હજારો લોકો માટે અહીં ભોજન તૈયાર થાય છે રાત-દિવસ અહીં રસોડુ ધમધમે છે આ સેવાકાર્યની આગેવાની સેવા સમિતિના અનેક આગેવાનો છે. તેઓની સાથે અનેક વેપારીઓ, સામાજિક આગેવાન અને સેવાભાવી વ્યક્તિઓ જોડાયા છે. પચાસથી વધુ કાર્યકર્તાઓની સ્થાનિક ટીમનો પણ આ કાર્યમાં અવિરત સાથ મળી રહ્યો છે. છેલ્લા એક માસથી વધુ સમયથી કામ કરતા તમામ સેવાભાવીઓની મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here