સિહોર વોર્ડ નંબર ૫ માં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાનો મામલો અતિ ચર્ચાસ્પદ બન્યો, આજે મુકેશ જાની અને વિપક્ષ મેદાનમાં આવ્યું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાનું વહીવટી તંત્ર સાવ ખાડે ગયું છે.કોરોના ની મહામારી વચ્ચે પણ પાલિકા તંત્રને પ્રજાની જરા પણ ચિંતા હોય તેવું લાગતું નથી. પાલિકાના નવા મકાનની નવી ખુરશીઓમાં બેસીને આરામ કરતા હોય તેવું જ લોકોને લાગે છે. સિહોરના વોર્ડ નંબર પાંચ માં આવેલ શિવશક્તિ સોસાયટી, વૃદાવન સોસાયટી, પુનિતનગર સહિતની પાંચ સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોય તેવું લાગતા અહીંના રહીશો દ્વારા પાણીના વિતરણ કર્યાના દિવસે જ પાલિકામાં જઈને સત્તાધીશો ને રજુઆત કરી હતી.

જેને લઈને પાલીકા તંત્રએ પોતાની શિથિલ નીતિ દર્શાવવામાં આવતા આજે કૉંગ્રેસના નેતા મુકેશ જાની દ્વારા વિગતો આપવામાં આવી હતી. તેમને કહ્યું હતું કે જે દિવસે પાણી વિતરણ થયું હતું તે દિવસે રજૂઆતો થઈ હતી રહીશોની રજુઆત ધ્યાનમાં ન લેતા ગઈકાલે એક સાથે ચાલીસ પચાસ માણસોનું ટોળું આવીને ચીફ ઓફિસરને રજુઆત કરવા આવ્યા હતા. પરંતુ સાહેબની તબિયત ખરાબ હોવાથી ઉપર આરામ ફરમાવી રહ્યા હતા જેને લઈને રહીશોના ટોળાએ પાલિકા પ્રમુખને મળવા માટે રજુઆત કરી હતી.

જેમાં જો આ પીવાના પાણીમાં ગટરના પાણીથી જો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદારી લેશે. સમગ્ર ઘટનામાં એવું પણ જાણવા મળ્યું હતું કે ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આવી કોઈ ફરિયાદ છે જ નહીં પાંચ દિવસ પહેલા વિતરણ થયેલું છે આજે ફરિયાદ કેમ કરી ચીફ ઓફિસર આ વાતને લઈ મુકેશ જાનીએ કહ્યું જે દિવસે પાણી વિતરણ થયું તે દિવસે બે ચાર લોકો દ્વારા રજુઆત કરવામા હતી સમગ્ર બાબત અને મામલો અતિ ચર્ચાસ્પદ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here