વહેલી પરોઢના લોકો ગરમ વસ્ત્રો પહેરવા લાગ્યાઃ ફિટનેસ જાળવવા લોકો જીમમાં જવા લાગ્યા
દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને તાલુકાના લોકોને ઠંડીનો અહેસાસ તવા લાગ્યો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. અને ઠંડુ વાતાવરણ જોવા મળે છે. જ્યારે વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે.
ઠંડીની શરૃઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૃરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહી થાય તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.