પરચુરણ વસ્તુનો ફોન પર ઓર્ડર-ડીલીવરી દેવાની નથી પ્રથા

બ્રિજેશ ગૌસ્વામી
ગ્રીન-ઓરેન્જ ઝોનમાં વેપારીઓને દુકાન ખુલ્લી રાખવા દઈ લોકોને ત્યાં જતા અટકાવાય તો છૂટછાટોનો અર્થ નહીં.ગુજરાતમાં આ પહેલા પણ ગત રવિવારે એક દિવસમાં અમુક કલાકો માટે રાજ્ય સરકારે છૂટછાટ આપી હતી જે પાછી ખેંંચી લેવાઈ હતી તેમાં ગ્રાહકો એટલે કે ખરીદ્દાર નાગરિકોને તો પોલીસ અટકાવતી જ હતી એક એવી અપેક્ષા રખાતી કે દુકાનદારો હોમ ડીલીવરી કરે જે દરેક દુકાનો માટે શક્ય નથી. આથી જો ગ્રાહકોને ખરીદી કરવા બહાર નીકળવા ન દેવાય તો વેપાર ધંધાને છૂટ આપવાનો અર્થ સરશે નહીં.

કારણ કે ચીજવસ્તુનું વેચાણ ત્યારે જ થાય જ્યારે ગ્રાહકો દુકાને આવે. વળી, ઓનલાઈન વેપારમાં માલનું પ્રિસ્ક્રીપ્શન કિંમત વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે પરંતુ, લોકોને રોજબરોજની જરૂરી ચીજો જે તેઓ પોતાના ગામ, શહેરમાં ખરીદતા હોય છે તે રૂબરૂ ખરીદવા ટેવાયેલા છે અને પાંચ-પચીસ-પચાસ રૂ।.ની વસ્તુ ફોનથી મંગાવવા ટેવાયેલા નથી અને વ્યવહારિક રીતે તે શક્ય પણ બનતું નથી.  અનેકવિધ વસ્તુ લોકો મેન્યુ.ડેઈટ, કિંમત, બ્રાન્ડ વગેરે જોઈને પહેલા પસંદગી કરતા હોય છે અને પછી  ખરીદતા હોય છે.

આમ, રાજ્ય સરકાર વેપારીઓને ધંધાની છૂટ આપવા સાથે ગ્રાહકોને ખરીદીની છૂટ આપે અને તે સ્થિતિમાં જ લોકડાઉનના સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઈઝર્સ વગેરે નિયમોનું ચૂસ્ત પાલન કરાવાય તો જ હેતુ સરશે તેમ મનાય છે. માત્ર છૂટ આપવાથી પણ મહામારીનો ખતરો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here