લોકડાઉનના લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ચોરોને મોકળું મેદાન, પરિવાર પાડોશમાં સબંધીના ઘરે જમવા ગયો અને ગણતરીની મિનિટો તસ્કરો ઘરમાં કળા કરી ગયા

દેવરાજ બુધેલીયા
હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. બધા જ લોકો પોતાના ઘરમાં લોક થઈને રહેલા છે. આવા સમયમાં પણ ચોરો પોતાની કળા ઘરીને નિશાન બનાવી કરી જાય છે. સિહોરની અંદર આજે ધોળા દિવસે વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ ગીતાબેન અજયભાઈ કંડોલીયા ના મકાનમાંથી તાળા તોડીને ઘરમાં વેર વિખેર કરીને ૩૦ હજારની રોકડ રકમ લઈને પાછળના દરવાજેથી સરકી ગયા હતા. સમગ્ર ઘટનાની વિગતો સૂત્રો પાસેથી મેળવતા ગીતાબેન અને તેમનો પરિવાર નજીકમાં તેમના સંબંધીને ત્યાં જમવા ગયા હતા.

એટલા સમયગાળામાં ચોરોએ આગળના દરવાજેથી તાળા તોડીને ઘરમાં પ્રવેશીને પોતાની કળા કરીને કબાટમાંથી ૩૦ હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને પાછળના બારણેથી સરકી ગયા હતાં સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. લોકડાઉનના લોખંડી બંદોબસ્ત વચ્ચે પણ ચોરોએ ધોળા દિવસે આવીને પોતાની કળા કરી ગયા એ અચરજ ની વાત કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here