પત્રકારો પણ કોરોના સામે ઝઝુમી વોરિયર્સની ફરજ બજાવે છે’ સિહોર શંખનાદ સંસ્થા સાથે જોડાયેલ પત્રકારોને ગુલાબના ફુલથી સન્માનિત કરાયા

દેવરાજ બુધેલીયા
કોરોનાના કારણે એવી વિકટ સ્થિતિ ઊભી થઈ છે કે આજે આ બીમારીનો ઇલાજ કરનારા પણ તેનો ભોગ બની રહ્યાં છે. વિશ્વભરમાં ડોક્ટર્સ, નર્સિસ પણ જાન ગુમાવી રહ્યાં છે. સાવચેતી રાખીએ તેમ છતાં કોરોના થઈ જવાનો ભય ખડેપગે કામ કરી પોલીસ મેડિકલ સ્ટાફ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવતા પત્રકારોને પણ સતત રહે છે. ત્યારે સિહોરના વરિષ્ટ અગ્રણીઓએ પત્રકારોની કદર કરી છે અને કોરોના કહેર અને ભય વચ્ચે સતત ફિલ્ડ વર્ક કરી કામ કરતા શંખનાદ સંસ્થા સાથે જોડાયેલ અને કાર્યાલય ખાતે હાજર શંખનાદ સંચાલક મિલન કુવાડિયા, તેમજ બ્રિજેશ ગૌસ્વામીને ગુલાબના ફુલથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

વરિષ્ટ અગ્રણીઓનું કહેવું છે કે પોલીસ ડૉક્ટર સફાઇ કામદાર જેમ ફરજ જેમજ ફરજ બજાવતા પત્રકાર મિત્રો પણ આ કહેરમાં વોરિયર્સની ફરજ બજાવે છે અગ્રણીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ મહામારીમાં પણ તમે સતત ફિલ્ડ વર્ક કરી રાત દિવસ જોતા વગર કામ કરી રહ્યા છો તે એક વોરિયર્સની ભૂમિકા છે સાથે અગ્રણીઓએ શંખનાદ સ્ટાફના તમામ મિત્રોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here