જિલ્લામાં તાલુકા વિસ્તારની લોકડાઉન અંગે યોગ્ય ગાઈડ લાઈન રજૂ કરવા કલેકટરને કરાઈ રજુઆત

શંખનાદ કાર્યાલય
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાતી ગાઈડલાઈન લોકલ લેવલે જાહેર નથી કરવામાં આવતી જેને લઈને પ્રજાએ બધી બાજુથી માર સહન કરવો પડે છે જેને લઈને સિહોરના પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નાનુભાઈ ડાખરા એ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ને રજુઆત કરીને કહ્યું હતું કે જિલ્લા માં લોકડાઉન ને લઈ જુદા જુદા તાલુકા અને શહેર માં સ્થાનિક અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર કે નગરપાલિકા ના ચીફ ઓફિસર કે પોલીસ અધિકારીઓ પોતપોતાની રીતે દુકાનો ચાલુ રખાવવી બંધ કરાવવી ,વાહનો લઈને નીકળવા પર જુદા જુદા નિયમો બનાવી ને ચલાવી રહ્યા છે મારી આપ ને વિનંતી છે કે સમગ્ર જિલ્લા માં કેન્દ્ર અને રાજ્યસરકારે આપેલી જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ અને અન્ય છૂટ આપેલી દુકાનો કે એમાં શું શામેલ કરાયું છે.

એને કેવા વિસ્તારોમાં અને ક્યાં સમયે ખોલવી એ જાહેર જનતા જોગ જણાવવું જરૂરી છે આ ઉપરાંત જુદી જુદી પરવાનગી ઓ જેવી કે મેડિકલ ઇમરજન્સી , ઉદ્યોગ શરૂ કરવા , કોને બહારગામ જવા કે બહારગામ થી આવેલા લોકો ને પોતાના ઘર જવા કેવા નિયમો સાથે જઇ શકાય અને કોની પાસેથી કઇ રીતે મંજૂરી મેળવી શકાય એવી આ બાબતો સ્પષ્ટ કરવા વિનંતી છે સાથે સ્થાનિક અધિકારીઓ ફોન મેસેજ ઈમેલ ના યોગ્ય જવાબો પણ આપતા રહે એ સૂચના આપવી જરૂરી છે સામાન્ય લોકો , પત્રકારો કે આગેવાનો આવા સમયે અધિકારીઓને કેમ છો શુ છો એવું કહેવા ફોન સંદેશ કે ઈમેલ નથી કરતા હોતા આની ગંભીરતા લેવા પણ જણાવાય એવી વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here