હે..રામ: લોકડાઉનમાં માણસની જેમ સિહોર પાલિકાની શબવાહીની હાલત કફોડી, ગંભીર બેદરકારી

સમી સાંજે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મરણ થયું પાલિકાની શબવાહીની ત્યાં બોલાવવામાં આવી અને અધવચ્ચે બંધ પડી, લોકડાઉન જેવી સ્થિતિમાં ધોર બેદરકારી,

બ્રેકીંગ ન્યુઝ..રાત્રીમાં ૮..૨૫ કલાકે

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
સિહોર નગરપાલિકાના અણઘણ વહીવટને લઈ વખતો-વખત ચર્ચાઓમાં રહે છે લોકડાઉન જેવી સ્થિતિમાં દરેક લોકો ઘરમાં પુરાયા છે સરકાર સાથે તંત્રએ કોરોના સામે બાથ ભીડી સતત ઝઝુમી રહ્યું છે પરંતુ પાલિકાનુ નીંભર અને બેદરકાર તંત્ર લોકડાઉન જેવી સ્થિતિમાં સરકાર અને તંત્રની આબરૂની નીલામી કરી રહી છે સિહોરના જલુના ચોક વિસ્તારને છેલ્લા વીસેક દિવસથી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે લોકો ઘરમાં પુરાઈ દિવસો પસાર કરી રહયા છે આજે સમી સાંજે જ્યા એક મરણની ઘટના બની હતી ત્યારે સિહોર નગરપાલિકાની શબવાહીની બોલાવવામાં આવી હતી.

એક તરફ મરણની ઘટના પરિવારમાં કાળો કલ્પાંત હૈયાફાટ રૂદન અને રો-રોકણ વચ્ચે દુઃખની લાગણીમાં હતું ત્યાં જ શબવાહીની અધવચ્ચે બંધ પડતા અનેક સવાલો ઉભા થયા છે અમારા સહયોગી સંદીપ રાઠોડ અને બ્રિજેશ ગૌસ્વામીએ સ્થળ પરથી વિગતો આપતા જણાવ્યું હતું કે અહીં વિસ્તારમાં એક મરણ થયું છે જે માટે નગર પાલિકાની શબવાહીની બોલાવવામાં આવી હતી જે અધવચ્ચે બંધ પડી છે અને કર્મીઓ દવારા તેમને રીપેરીંગ હાથ ધરાયુ છે ઉલ્લેખનીય છે અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે અને મૃતદેહ રઝળી પડયાના દાખલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here