પ્રત્યેક શ્રમિકની તબીબી ચકાસણી કરી તેનો રિપોર્ટ સાથે અપાયો, પોતાના સ્વ ખર્ચે પરપ્રાંતિયો વતનની વાટ પકડી, એક બસમાં ૧૮ થી ૨૦ લેખે ૯૦ આસપાસ જેટલા શ્રમિકો વતન ભણી

હરેશ પવાર, બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાતમાં લોકડાઉન દરમિયાન પોતપોતાના વતન સુધી પહોંચવાને લઈને માહોલ કાંઈક જુદો જ બની રહ્યો છે. હવે આટલા લાંબા સમયના લોકડાઉનમાં લોકોને વતન જવા માટે ઘણી મથામણો કરવાની થઈ છે. લોકડાઉનને પગલે ધંધા-ઉદ્યોગો બંધ છે જેને પગલે મજુરી કામ કરતાં અને રોજનું કમાઈને જીવન ગુજારનારાઓ કે જેઓ મોટી સંખ્યા ધરાવે છે તેઓ માટે હાલનો  એક એક દિવસ કાઢવો મુશ્કેલ બન્યો છે ત્યારે સિહોર શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકોની મોટી સંખ્યા છે. અને તેઓને પોતાના વતનમાં જવાનું હોવાથી સિહોર વહીવટી તંત્ર દ્વારા ખાનગી બસ મારફતે શ્રમિકોને વતનમાં મોકલવા માટેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

આજના એક દિવસમાં ૪ બસોને રવાના કરાઇ છે જેમાં ૯૦ આસપાસ શ્રમિકોને વતનમાં રવાના કરવામાં આવી રહ્યા છે. પ્રત્યેક શ્રમિક ની તબીબી ચકાસણી પૂર્ણ કરી લેવાયા પછી તેનો રિપોર્ટ સાથે આપીને રવાના કરાઈ રહ્યા છે સિહોર જીઆઇડીસી વિસ્તારમાં વસવાટ કરતા ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન બિહારના શ્રમિકો સિહોર જીઆઇડીસી ઘાંઘળી સહિત આજુબાજુ વિસ્તારોમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેઓને પોતાના વતનમાં જવાનું હોવાથી સિહોર વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રમીકોને યાદી તૈયાર કરવામાં આવે છે.

વહીવટીતંત્ર દ્વારા સિહોર જીઆઇડીસી વિસ્તારમાં તંત્રની સંપૂર્ણ નિગરાની હેઠળ આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર હાજર રાખવામાં આવી છે.અને પ્રત્યેક નું મેડીકલ પરિક્ષણ કરી લેવામાં આવે છે. જેનો રિપોર્ટ પણ તેઓને હાથમાં અપાય છે. અને બસના ડ્રાઈવર ક્લિનર ને શ્રમીકોની યાદી બનાવી તેનું લીસ્ટ જાહેર કરીને સિહોર મામલતદાર કચેરી ખાતેથી તેમના વતન રવાના કરાઈ રહ્યા છે. આજના પ્રથમ દિવસે કુલ ૪ બસ મારફતે ૯૦ થી પણ વધુ શ્રમિકોને રવાના કરી દેવાયા છે. જેમાં ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિસ્તારના લોકો સામેલ હતા. જે તમામને રવાના કરી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here