કોરોનાથી નહીં ભૂખ્યા પેટે ભૂખથી મરશું, એકતા સોસાયટીના ૮૦૦ જેટલા લોકોએ તંત્રને કહ્યું અમારી જમવાની વ્યવસ્થા કરો

દેવરાજ બુધેલીયા
લોકડાઉનમાં મજૂર-કામદાર વર્ગના વિસ્તાર હજુ પણ ટકી રહ્યાં હોય તેનું એક કારણ આ વિસ્તારોના સ્થાનિક આગેવાનોની સક્રિયતા છે સિહોર મેઈન બજાર કોળી સમાજની વાડીમાં છેલ્લા ૪૦ દિવસથી સેવા સમિતિના નામથી રસોડું ધમ-ધમતું હતું સિહોરના આસપાસના કેટલાંક વિસ્તાર એવાં છે જ્યાં રોજિંદું કમાવીને ખાનાર વર્ગ મોટો હોવા છતાં લોકડાઉનનું પાલન થાય છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ અહીંયા વસનારાં ગરીબ-મજૂર વર્ગને રોજબરોજ બે ટાઇમ ઘેરઘેર પહોંચાડવામાં આવતી ભોજનની વ્યવસ્થા છે.

લોકડાઉનના પ્રથમ અઠવાડિયાથી જ આ સેવાયજ્ઞ સિહોર કોળી સમાજની વાડી ખાતેથી શરૂ થયો હતો સાતસો આઠસો માણસની ભોજન વ્યવસ્થાથી શરૂ થયેલ રસોડું કાલ સુધી દરરોજ અસંખ્ય લોકોને ભોજનની રસોઈ કરીને વ્યવસ્થાઓ કરવામાં આવતી હતી જે અચાનક થંભી ગઈ છે અને આજથી રસોડું બંધ થઈ જતા સિહોર આજુબાજુ વિસ્તારોમા વસતા મોટભાગના શ્રમિકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે સિહોરના એકતા સોસાયટીના ૮૦૦ જેટલા શ્રમિક લોકોની હાલત કફોડી બની છે બે ટંકના રોટલા માટે ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

એકતા સોસાયટી, મહિલા સોસાયટી, પાલનહાર સોસાયટી, રામદેવનગર, કેશવનગર વિસ્તારમાં સેવા સમિતિ દ્વારા રોજજે ૮૦૦ લોકોને ભોજન પોહચાડતું હતું જે અચાનક બંધ કરવામાં આવ્યું છે જેથી લોકોની હાલત કફોડી બની છે જીવન દોહલુ બની ચૂક્યું છે વહેલી તકે ભોજન વ્યવસ્થા કરવા અન્યથા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે શ્રમિકો કોરોનાથી નહીં ભૂખ્યા પેટે ભૂખ મરશે તેવી સ્થિતિ સર્જાઈ છે ઉલ્લેખનીય છે સેવા સમિતિ દ્વારા આજે પણ રોજજે નિરાધાર અને ગાંડાઓ રખડતા ભટકતા લોકો માટે ૧૦૦ જેટલા લોકોની રસોઈ શરૂ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here