તંત્ર દ્વારા શ્રમિકો માટે વિનામુલ્યે ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલની વ્યવસ્થા કરાઈ

હરેશ પવાર
લોકડાઉનના કારણે સિહોર જીઆઇડીસી સહિત જિલ્લાના વિવિધ ભાગોમાં અટવાયેલ પરપ્રાંતિય મજુરો તેમજ નાગરીકોને પોતાના વતન પહોંચાડવા વહિવટી તંત્ર દ્વારા કુલ ૧૩ બસો દ્વારા જરૂરી વ્યવસ્થા કરી ૩૪૧ જેટલા શ્રમિકોને પોતાના વતન પહોંચતા કરવા રવાના કરાવ્યા હતા સિહોર સાથે ભાવનગર ગ્રામ્ય અને શહેર સાથે ૧૩ બસો દ્વારા ૩૪૧ જેટલા શ્રમિકો પોતાના વતન જવા રવાના થયા છે ગઈકાલે સિહોર ખાતેથી કુલ ૧૨૧ શ્રમિકોને ૪ ખાનગી બસ વડે મધ્યપ્રદેશ રાજ્યના ચીત્રકુટ જિલ્લામા, રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લામા અને મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ જિલ્લામા પહોંચતા કરાયા હતા.

જ્યારે પાલીતાણા ખાતેથી કુલ ૪૧ શ્રમિકોને ૧ ખાનગી બસ વડે રાજસ્થાન રાજ્યના કારોલી જિલ્લામા પહોંચતા કરવાની વ્યવસ્થા કરાઈ હતી. અત્યાર સુધી કુલ ૩૪૧ શ્રમિકોને ૧૩ ખાનગી બસ વડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમા પહોંચતા કરવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે મુસાફરી કરનારા તમામ શ્રમિકો માટે વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્યે ફુડ પેકેટ તેમજ પાણીની બોટલની પણ જરૂરી વ્યવસ્થા ઉભી કરી તેમની યોગ્ય કાળજી લેવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here