પોલીસ અને સમગ્ર તંત્રને આવું સન્માન મળે તો બધો થાક ઉતરી જાય, આપણે જેનાથી વર્ષોથી નારાજ હતા તેઓ આપણને બચાવવા લડી રહ્યા છે

દેવરાજ બુધેલીયા
સામાન્ય રીતે આપણે નારાજગી પોલીસ, સરકારી અધિકારીઓ, સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ડૉકટરો અને નર્સો સામે હોય છે. પણ પરિસ્થિતિનું ચક્ર એવુ તો ફર્યુ કે દેશ સામે કોરાનાની જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં આપણી જીંદગી બચાવવાની જવાબદારી આપણે જેમનાથી નારાજ રહ્યા તેવી પોલીસ,તેવા સરકારી અધિકારીઓ અને ડૉકટર નર્સોએ ઉપાડી લીધી છે આજે લોકડાઉનનો ૪૨ મો દિવસ છે. ગુજરાતના દરેક નાગરિકનાં મનમાં એક જ પ્રશ્ન છે કે શું હવે લોકડાઉન ખુલશે કે લંબાશે? ક્યાં સુધી બધું ચાલશે મનમાં ચાલતી અને અટકળો વચ્ચે હાલની પરિસ્થિતિમાં જે રીતે તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને પોલીસકર્મીઓ નાગરિકોની સેવામાં જીવનાં જોખમે પણ અવિરત ઊભા છે.

જેમ માતા પોતાનાં બાળકને કડવી દવા પીવડાવવા પહેલા સમજાવે, ડરાવે, ધમકાવે અને તોય ના માને તો શિક્ષા પણ કરે છે, પણ તેની પાછળ માતાનો આશય બાળક સ્વસ્થ રહે એવો જ હોય છે. આવો જ કિરદાર અત્યારે સમગ્ર તંત્ર અને પોલીસ ભજવી રહી છે સિહોરના રાજકોટ રોડ પર ગઈકાલે સમગ્ર તંત્ર ફૂટપેટ્રોલિંગમાં નીકળ્યું ત્યારે પાંજરાપોળના પાછળના વિસ્તાર સોસાયટી દ્વારા રસ્તા પર નાનાં બાળકો સહિત તમામ રહીશોએ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ પર પુષ્પવર્ષા કરીને આભાર વ્યક્ત કર્યો હતો અને જ્યારે લોકોએ પુષ્પવર્ષા અને ફૂલોથી અધિકારીઓને વધાવી લીધા હતા કરી ત્યારે તંત્ર પણ નવાઈ પામી હતી.

સ્થાનિકોએ તંત્રની કામગીરીને બિરદાવી અને જુસ્સો વધાર્યો હતો તથા તંત્ર અધિકારીઓએ પણ હાથ જોડીને સ્થાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોને સમજાવ્યું હતું કે “ઘરમાં રહો, સ્વસ્થ રહો. તબીબોના માર્ગદાર્શન અને લોકડાઉનના નિયમોનું પાલન કરો. અમે તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here