રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ૩૨ દિવસથી ગરીબોના પેટ ભરી રહ્યા છે

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વૈશ્વિક મહામારી ને લઈને દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે. ગરીબો અને જરૂરિયાત મંદો માટે ચાલતા રાહત રસોડા પણ હવે વેન્ટિલેટર પર આવી ગયા છે. સિહોરમાં ચાલતા મોટાભાગના રાહત રસોડા હવે બંધ થઈ ગયા છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સતત ૩૨ દિવસથી જરૂરિયાત મંદ લોકો માટે હરરોજ અલગ અલગ રસોઈ કરીને લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. સિહોરના પોટરીની ચાલી, મારવાડી નગર, ભોજાવદર વસાહત, પાતડ રોલીંગ મિલ વિસ્તારમાં, જેવા વિવિધ ગરીબ વિસ્તારમાં જઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમની જમવાનું પહોંચાડી સેવા કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here