સિહોરના જાંબાળા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાનો પ્રારંભ

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લામાં હયાત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમનું ડિસીલ્ટીંગ, નુકશાન પામેલ ચેકડેમના રીપેરીંગ, નદીઓના પ્રવાહને રોકતા ગાંડાબાવળ, ઝાડી ઝાંખરા દૂર કરવા વગેરે કામગીરી લોકભાગીદારીથી સ્વૈચ્છીક સંસ્થા, ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંસ્થા અને મનરેગા હેઠળ કામગીરીઓ શરૂ થઈ છે અગાઉ થોડા દિવસ પહેલા સિહોર સાથે જિલ્લામાં અનેક જગ્યાઓ પર તળાવ ઊંડા ઉતારવા માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

જેના ભાગરૂપે આજે સિહોરના જાંબાળા ગામે સરપંચ અને આગેવાનોની ઉપસ્થિતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જળસંચયની કામગીરી સંબધિત વિભાગ દ્વારા ગત વર્ષે વિવિધ કામ હાથ ધરવામાં આવેલ હતા. આ વર્ષે પણ જળસંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો ચોમાસા પહેલા લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here