સિહોર જગધાત્રી આશ્રમના પૂજ્ય કિશોરબાપાનો આજે દેહવિલિન થયો

દેવરાજ બુધેલીયા
સિહોરમાં જ્ઞાનભારતી શાળા નજીક આવેલ જગધાત્રી આશ્રમના પ્રખર અંબામાતા ના ઉપાસક પુજય કિશોરબાપાનો ભાવનગર ખાતે દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. પૂ.કિશોરભાઈ પંડ્યા તેમના જીવનમાં ૨૧માં વર્ષથી આધ્યાત્મિક ઉન્નતિ વિકાસ અર્થે ગોંડલના પૂ.નાથાબાપા જોષી ના સંપર્કમાં આવ્યા હતા. તેમની ઇચ્છા અને આસ્થાથી ૧૯૭૪ માં સિહોર પધાર્યા હતાં સિહોર સિદ્ધ ગૌતમેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુસ્તવન નામના સ્તોત્રનું સવાલાખ જપનું અનુષ્ઠાન કર્યું હતું.

તેમને આધ્યાત્મિક ઉન્નતિ અર્થે ગોકુળ વૃંદાવન જેવા સ્થળોએ ભ્રમણ કરીને ભક્તિ કરી હતી તેમને નાથાબાપા જોશીનો ગૃરું ઇષ્ટ માં તરીકે સ્વીકાર્યા હતા. આ જીવન અથાચક વ્રતધારી રહ્યા ત્યાગી,સન્યાસી, યોગી જીવન જીવ્યા હતાં આજીવન સરળ અને બધાંને પ્રેમથી માં ની ભક્તિ સેવામાં વળ્યાં હતા. એમની અચાનક વિદાય થઈ જતા સિહોર સહિત પથકના માઈ ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here