સિહોર સેવા સમિતિનું રસોડું આજથી ફરી ધમધમવા લાગ્યું, અસંખ્ય ગરીબોની આંતરડી ઠરશે

દેવરાજ બુધેલીયા
સિહોરમાં કોરોના વાયરના લોકડાઉન લાગુ પડતા જ અનેક મોટા રસોડાઓ શરૂ થયા હતા જેમાં નું સિહોર સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલું જે રસોડું અચાનક બે દિવસથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને સિહોરના વિવિધ ગરીબ વિસ્તારમાં રહેતા લોકોને ભૂખ્યા સુવાનો વારો આવ્યો હતો જે મામલે રજૂઆતો પણ થઈ હતી ત્યારે આજે ગરીબોને ફરી હાશકારો અનુભવ્યો છે કેમ કે સિહોર સેવા સમિતિનું રસોડું ફરી આજથી ધમધમવા લાગ્યું છે. રસોડું શરૂ થતા.

અહીંના સેવા આપતા કાર્યકરો જ્યારે જમવાનું લઈને ગરીબ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ગરીબોના મુખ ઉપર અલગ જ ખુશીઓ જોવા મળી હતી. સિહોરમાં ગરીબો માટે ચાલી રહેલા રાહત રસોડા સિહોરના મોટાભાગના વિસ્તારોમાં જઈને લોકોને ભાવથી જમાડી રહ્યા છે. આમ જોઈએ તો આ રસોડું નહિ પરંતુ માં અન્નપૂર્ણા ફરી ગરીબો ઉપર રાજી થઈ છે તેવું લાગ્યું હતું અનેક ગરીબીની આતરડીઓ ફરી ઠરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here