સિહોરથી પોતાના વતન જવા શ્રમિકોનો માર્ગ મોકળો: અનેક વેઈટીંગમાં: તંત્ર દ્વારા આરોગ્ય ચકાસણી સહિત તડામાર તૈયારીઓ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સાથે સમગ્ર જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને પોતાના વતન જવાનો માર્ગ હવે મોકળો બન્યો છે આજે પ્રથમ ટ્રેન રવાના થઈ છે ઉત્તરપ્રદેશ જવા માંગતા પરપ્રાંતીય શ્રમિકો માટે આખરે આજે માર્ગ મોકળો થયો છે સિહોર સહિત જિલ્લામાં અલગં શિપયાર્ડ સહિતના ઉધોગોમાં કામ કરતા પરપ્રાંતીય લોકો હવે કોરોનાની સ્થિતિમાં ઘરે જવા ભારે ઉતાવળા થયા છે.

ત્યારે સરકારની મંજૂરી બાદ આખરે તત્રં દ્રારા તેઓને પરિવહન સેવા પૂરી પાડવા સ્પે.ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે હજુ પણ અનેક શ્રમિકો જવા માટે લાઈનમાં વેઇટિંગમાં ઉભા છે જેઓની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને શ્રમિકો માટે થઈ વહીવટી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે હજુ એકાદ બે દિવસમાં વધુ ટ્રેન સુવિધાઓ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here