તંત્ર દ્વારા શ્રમિકોનું રજિસ્ટ્રેશન અને આરોગ્ય ચકાસણી કરી વતન મોકલવાની પ્રક્રિયા ચાલુ છે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકો પોતાના માદરે વતન જવા અઘિરા બન્યા છે.આજે સવારથી સિહોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવા પરપ્રાંતિય શ્રમિકોએ લાંબી લાઇનો લગાવી હતી.જો કે બે દિવસમાં વહીવટી તંત્ર દ્વારા સિહોરમાં ૧૫૦ થી વધુ લોકોને તેમના માદરે વતન મોકલી આપ્યા છે. આજે સવારથી જ આવા અસંખ્ય શ્રમિકો પરમિશન લેવા માટે અર્બન હેલ્થ સેન્ટર ખાતે બહાર મોટી લાઇનોમાં ઉભા રહી ગયા છે.

આ તમામ લોકોનુ વતન જવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી શ્રમિકો મોટી કત્તારોમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. જેથી આધાર કાર્ડ સાથે લઇ રજીસ્ટ્રેશનની લાઇનોમાં ગોઠવાઇ ગયા હતા અને તંત્ર દ્વારા શ્રમિકોનું રજિસ્ટ્રેશન અને આરોગ્ય ચકાસણી કરી વતન મોકલવાની પ્રક્રિયા ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here