સિહોરના કરીયાણાના વેપારીઓની દુકાનો અચાનક આજથી બંધ: લોકોમાં ભારે હાલાકી

દેવરાજ બુધેલીયા
શહેરમાં લોકડાઉનને લઈને ગઈકાલે બપોરે કરીયાણા ના વેપારીઓની તંત્ર સાથે બેઠક મળી હતી. જ્યારે આજે સવારે સિહોરના તમામ વેપારીઓએ કોઈ કારણોસર પોતાની દુકાનો બંધ રાખી હતી. કરીયાણાની તમામ દુકાનો બંધ રહેતા ખરીદી માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. વેપારીઓ દ્વારા કેમ અચાનક કોઈ જાણ વગર દુકાનો બંધ રાખી તેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠ્યા હતા. વેપારી એસોસિએશન દ્વારા પણ આ અંગે કોઈ ચોખ પાડવામાં આવ્યો ન હતો. હવે આજના દિવસે બંધ રાખ્યા બાદ કાલે દુકાનો ખુલશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here