સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં વહેતા ગટરના પાણીથી ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત, તંત્રની ગંભીર બેદરકારી

યાસીન ગુંદીગરા
હાલ કોરોનાનું કમઠાણ ચાલે છે વૈશ્વિક મહામારીના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવાયું છે લોકો ઘરના દરવાજે તાળું દઇ ઘરમાં પુરાઈ ચુક્યા છે ધંધા રોજગાર બંધ છે કોરોનાને લઈ દિવસે દિવસે ભયાવહ સ્થિતિ થતી જાય છે કોરોના નામના વાઇરસને ડામવા સમગ્ર સરકાર ને તંત્ર ઉંધા માથે કામ કરી રહ્યું છે પરંતુ કોરોના વાઇરસની સિહોર નગર પાલિકાને લેશમાત્ર કાળજી ન હોઈ તેનું તાદ્રશ્ય ઉદાહરણ સામે આવ્યું છે.

ચાલુ દિવસોમાં સુરકાના દરવાજા વિસ્તારમાં રોજબરોજ ઉભરાતી ગટર આ કહેર વચ્ચે પણ અટકવાનું નામ લેતી છે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે વૈશ્વિક મહામારીમાં પણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ભયાવહ સ્થિતિમાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે પાલિકા ગટર વિભાગ દ્વારા તાકીદે કામગીરી કરી ગટરનું ઉભરાતું પાણી બંધ કરવામાં આવી તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here