સિહોર અનાજ કરિયાણા એસોસિએશન પ્રતિનિધિ મંડળ પ્રાંત અધિકારીને રૂબરૂ મળ્યું, આવતીકાલથી ફરી રાબેતા મુજબ અનાજ કરીયાણા દુકાનો ધમ-ધમશે

દેવરાજ બુધેલીયા
લોકડાઉનની વચ્ચે ગઇકાલથી સિહોર શહેરમાં અનાજ કરીયાણા એસોસિએશન દ્વારા વેપારીઓએ અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવા અને વેપારીઓની નારાજગીને લઈ એસોસિએશન દ્વારા સંપૂર્ણ વેપાર ધંધા સજ્જડ બંધ રાખવાના નિર્ણય સામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગઈકાલ બાદ આજે બીજા દિવસે પણ સિહોર શહેરના કરીયાણા એસોસિએશન દ્વારા દુકાનો સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી છેલ્લા દોઢ માસ કરતા વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા રોજગારને લોકડાઉન લાગી ચૂક્યું છે.

સિહોરની બજારોમાં પણ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનોના શટરને તાળાઓ લાગેલા જોવા મળે છે માત્ર અનાજ કરીયાણા અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું વેચાણ કરી શકાઈ છે બે દિવસ પહેલા તંત્ર અને વેપારીઓની એક મિટિંગ પોલીસ મથક ખાતે મળી હતી જેમાં તંત્ર અને વેઓરીઓ વચ્ચે નિયમોનું પાલન કરવાની સૂચના સહિતની કેટલીક ચર્ચા થઈ હતી જે મિટિંગ બાદ વેપારીઓમાં નારાજગી ઉભી થઇ હોવાનું કહેવાઈ છે જેના કારણે અનાજ કરિયાણાના વેપારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી દુકાનો સજ્જડ બંધ રાખવામાં આવી છે.

જે મામલે આજે સિહોરના પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટર અને વેપારીઓનું એક પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળ્યું હતું જેમાં અગ્રણી ઉદ્યોગપતિ દિપકભાઈ ધોળકિયા શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા સહિતના આગેવાનો પ્રાંત અધિકારીને રૂબરૂ મળી જરૂરી ચર્ચાઓ કરીને નારાજ થયેલા વેપારીઓની નારાજગી દૂર કરાઈ છે હવે આવતીકાલથી ફરી સિહોરની બજારોમાં અનાજ કરીયાણાની દુકાનો ધમ-ધમવા લાગશે આખરે વેપારીઓની સમસ્યાઓનું સમાધાન થયું છે દુકાનો ખુલશે અને લોકોની મુશ્કેલીઓ ઓછી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here