ગઈકાલે સિહોરના ગુંદાળા વિસ્તારમાં હરિહર આશ્રમમાંથી લીલો અને સુક્કો ગાંજો ઝડપાયો હતો, સાધુના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

હરીશ પવાર
સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલ આશ્રમમાં ગાંજાનું વાવેતર કરનાર સાધુને ગઈકાલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લીધો છે અને તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે માલઢોર અને આશ્રમના સંચાલન માટે નાણાની જરૂરિયાત ઉભી થતા સાધુએ ગાંજાનું વાવેતર શરૂ કર્યું હતું ભાવનગર સ્પેશ્યલ ગ્રુપને મળેલી પૂર્વ બાતમીના આધારે ગુંદાળા વિસ્તારમાં આવેલા હરિહર આશ્રમના મહંત જામુનદાસ પાસે ગાંજાનો જથ્થો રહેલો હોવાની બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસ ત્યાં ત્રાટકી હતી.

આશ્રમમાં તપાસ કરતા આશ્રમ માંથી ૧૫ લીલા ગાંજાના છોડ જેનું વજન ૪ કિલો તેમજ જેની બજાર કીમત અંદાજીત ૨૦,૧૫૦ રૂ. જેટલી થાય છે તેમેજ સુકો ગાંજો વજન ૪૪૭ કીમત રૂ. ૨૬૮૨ મળી કુલ રૂ.૨૨,૮૩૨ નો ગાંજો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે આ ઘટનામાં મહંત ને  એનડીપીએસ એક્ટ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવ હેઠળ ઝડપાયેલ સાધુને કોર્ટ સમક્ષ રજુ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાની જાણકારી મળી છે

જ્યારે સાધુ ૧૫ વર્ષની વયે ઘર છોડી વૈરાગ્યના રસ્તે ચાલવાનું નક્કી કર્યું હતું મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે સિહોરના ગુંદાણા વિસ્તારમાં મોક્ષ મંદિર પાસે ધુણો ધખાવ્યો હતો તે જ સ્થળે આશ્રમ બનાવી હરિહર નામના આપવામાં આવ્યું હતું આશ્રમની આવક નહિવત હતી માલઢોરના નિભાવ અને આશ્રમના સંચાલન માટે ગાંજાનું વાવેતર કર્યું હોવાની પ્રાથમિક પૂછપરછમાં જામુનાદાસ અર્જુનમુનિ હરિહરે કબૂલાત આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here